મિત્રો આપણે ઘણા લોકો પાસે સાંભળ્યું હશે કે મંગળવાર તથા શનિવારે વાળ ન કપાવવા જોઈએ. ઘણા લોકો આ વાતને માને છે અને તેનું પાલન પણ કરે છે. આ વાત પાછળ શું કારણ છે, તે કોઈ જાણતું નથી પરંતુ પોતાની આસ્થા ખાતર ઘણા લોકો આ માન્યતા ને નિભાવે છે.
તો ચાલો જાણી શનિવારે વાળ કપાય કે નહીં તેના ઉપર પરમ પૂજ્ય મોરારીબાપુએ શું કહ્યું. મોરારીબાપુએ આ વાત પર આપેલા નિવેદનનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
કથામાં મોરારીબાપુને પ્રશ્ન પૂછવામાં આવે છે, કે મંગળવારે અને શનિવારે વાળ કપાય કે નહીં? ત્યારે મોરારીબાપુ એ કીધું કે, આ વાળ કપાઈ આવી નાની નાની વાતમાં શું ડરો છો. તમને બીક હોય તો વાળ ન કપાય. આ તો બધાના મનની વાત છે.
તમે મને આ વાત પૂછી છે. એટલે હું તો તમને હા પાડી શું તમારી શ્રદ્ધા પર પ્રહાર નથી કરતો. આ દરમિયાન મોરારીબાપુએ ઉદાહરણ આપતા કહ્યું કે, ઘણા લોકોને બીક છે કે શનિવારે વાળ કાપશો તો માથું દુખશે.
તમે ઈશ્વરને એટલો હળવો માનો છો કે એ તમારા વાળ અને દાઢી પર નજર નાખે. આ ઉપરાંત મોરારીબાપુ બીજી ઘણી વાતો કરે છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment