સોશિયલ મીડિયા પર આપણે દરરોજ ઘણા લોકોની સફળતાની કહાનીઓ સાંભળતા હશો. તમે ઘણા એવા લોકોની પણ વાતો સાંભળી હશે. જેઓ પોતાની લાખો રૂપિયાની નોકરી મૂકીને પોતાના વતનમાં આવીને ખેતી કરવા લાગતા હોય છે અને ખેતીમાંથી તેઓ સારી એવી કમાણી કરતા હોય છે.
ત્યારે આજે આપણે તેવા જ એક વ્યક્તિની વાત કરવાના છીએ. જેને પોતાની એન્જિનિયરની નોકરી છોડીને અનોખા ફળની ખેતી કરવાનું શરૂ કર્યું હતું અને આજે તે વર્ષે આટલા લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે. તો ચાલો જાણીએ કોણ છે આ યુવક.
મિત્રો તમને જણાવી દઈએ કે, આ યુવકનું નામ ઋતુરાજ સિંહ છે. આજથી ચાર વર્ષ પહેલા ઋતુરાજ પોતાના નસીબ ખેતીમાં અજમાવ્યા હતા અને પછી તો તે પોતાની મહેનતથી એક સફળ ખેડૂત બની ગયો.
આજે તે ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યો છે. લોકડાઉનમાં ઋતુરાજ પોતાના ગામડામાં ચાર મહિના સુધી અટવાઈ ગયો હતો. આ દરમિયાન તેને ખેતી કરવાનો વિચાર આવ્યો.
ઋતુરાજ પાસે ચાર એકર જમીન હતી અને પછી તેને અન્ય ખેડૂતો પાસેથી 3.5 એકર જમીન લીઝ પર લીધી અને તેમાં ઘઉં, શેરડી, ડાંગર, સરસવ, ડ્રેગન ફુડ, ચીકુ અને કેરી જેવા અન્ય વસ્તુઓનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. આજે ઋતુરાજ એક સફળ ખેડૂતો બની ગયો છે. તેની વાર્ષિક આવક લગભગ 20 લાખ રૂપિયા જેટલી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment