ગુજરાતના લોકલાડીલા એવા ખજૂર ભાઈને તો આપણે ઓળખીએ જ છીએ. ખજૂરભાઈ હંમેશા પોતાના સેવાકીય કામના કારણે ચર્ચામાં રહે છે. અત્યાર સુધીમાં ખજૂર ભાઈ સેકડો ગરીબ લોકોને ઘર બનાવી આપ્યા છે અને તેમના જીવનમાં ખુશીઓ ભરી દીધી છે.
આપણે સૌ જાણીએ જ છીએ કે હજુ થોડાક દિવસ પહેલા આજ ખજૂર ભાઈ એ લગ્ન કર્યા હતા. તેમની લગ્નની તસવીરો અને વિડિયો પણ સોશિયલ મળ્યા પણ ખૂબ જ વાયરલ થયા હતા.
મિત્રો તમને જણાવી દઈએ કે, લગ્ન બાદ કોઈપણ જગ્યાએ ફરવા કે હનીમૂન પર જવાની જગ્યાએ તેઓ પોતાના સેવાના કામમાં લાગી ગયા હતા. ઇન્ટરવ્યૂમાં ખજૂર ભાઈ એ જણાવ્યું હતું કે, લગ્ન બાદ મેં મારી ધર્મ પત્નીને પૂછ્યું કે કાંઈ ફરવા જવું છે.
ત્યારે મીનાક્ષી એ મને કહ્યું હતું કે, તમે સૌ પહેલા જે અધૂરા ઘર છે તે પૂરા કરો. ત્યાર પછી ખજૂર ભાઈ પોતાના સેવાકીય કામમાં લાગી ગયા હતા. ત્યારે હવે ખજૂર ભાઈ અને મીનાક્ષી દવે લગ્ન પછી પહેલીવાર આ જગ્યાએ ફરવા માટે ગયા છે.
View this post on Instagram
જેની કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. વાયરલ થયેલી તસવીરોમાં તમે જોઈ શકો છો કે, ખજૂર ભાઈ અને તેમના ધર્મ પત્ની દરિયાકિનારે ખૂબ જ સુંદર પળ એકબીજા સાથે વિતાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment