સોશિયલ મીડિયા પર દરરોજ ઘણી અવારનવાર વસ્તુઓ વાયરલ થતી હોય છે. ત્યારે તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત ઘણા વર્ષો પહેલાની વસ્તુઓના બિલના ફોટા જોયા હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર તેવું જ એક બિલ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
મિત્રો તમને જણાવી દે કે, આ બિલ કોઈ બાઈક કે કારનું નહીં પરંતુ સાયકલનું છે. કહેવામાં આવી રહ્યું છે કે, વાયરલ થયેલું સાયકલનું બિલ 90 વર્ષ જૂનું છે. તો ચાલો જાણીએ 90 વર્ષ પહેલાં કેટલા રૂપિયામાં આવતી હતી સાયકલ.
વાયરલ થયેલું સાયકલનું બીલ 7 જાન્યુઆરી 1934 નું છે. બિલ પર દુકાનનું નામ કુમુદ સાયકલ વર્કસ લખેલું છે. બિલમાં સરનામું કલકત્તાનું લખેલું છે. બિલમાં તમે જોઈ શકો છો કે, સાયકલની કિંમત 18 રૂપિયા લખેલી છે.
સાયકલની આ કિંમત જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે અને કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકોને તો આ બિલ જોઈને પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા છે.
મિત્રો 90 વર્ષ પહેલાં માત્ર 18 રૂપિયામાં જ સાયકલ મળતી હતી. ત્યારે આજના જમાનામાં 18 રૂપિયામાં તો સાયકલનો એક સ્ક્રુ પણ આવતો નથી. હાલમાં આ સાયકલ નું બિલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને બિલ જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment