સમગ્ર દેશભરમાં દેવી-દેવતાઓના અનેક સમાચાર મંદિરો છે. ત્યારે આજે આપણે રાજસ્થાનમાં આવેલા હનુમાનજીના એક ચમત્કારી મંદિર વિશે વાત કરવાના છીએ. આ મંદિરનું મહત્વ એટલું છે કે લોકો દૂર દૂરથી અહીં હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે.
આ મંદિર વિશે એવું કહેવાય છે કે, લગભગ 500 વર્ષ પહેલા અહીં હનુમાનજીની મૂર્તિ સ્વયં પ્રગટ થઈ હત. આ એક જ મૂર્તિ એવી છે જેમાં હનુમાનજી બંને પગ જોડીને બેઠા છે. દરરોજ અહી મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે.
આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે કે આ મંદિરની છત નથી. હનુમાનજીનું આ મંદિર આરસના પથ્થરમાંથી બનેલું છે પરંતુ મંદિરની છત નથી. જ્યારે આ મંદિરની છત બનાવવા નો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે છત બની નહીં અને તે ત્યાં જ તૂટી ગઈ હતી.
જ્યારે આ મંદિર નવું બનાવવામાં આવ્યું ત્યારે મંદિરની છત બનાવવામાં આવી ન હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે મંદિર નવું બનતું હતું ત્યારે તેની દીવાલોની ઊંચાઈ વધારવામાં આવી હતી. આ દરમિયાન હનુમાનજીની ઊંચાઈ પણ આપવા વધી હતી તેવું કહેવાય છે.
આ મંદિરમાં આવેલા ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. એટલે જ દૂર દૂરથી ભક્તો અહીં હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે અને શનિવારના દિવસે મંદિરમાં ખૂબ જ ભીડ જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment