ગુજરાત રાજ્યમાં અનેક દેવી-દેવતાઓના ચમત્કારી મંદિર આવેલા છે. ત્યારે આજે આપણે જામનગરમાં આવેલા 1700 વર્ષ જુના ભગવાન શિવજીના ચમત્કારી મંદિર વિશે વાત કરવાના છીએ. આ મંદિર જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં આવેલું છે.
અહીં આવેલા ભગવાન શિવજીના મંદિરનો એક અનોખો ઇતિહાસ છે. એક સમયમાં અલાઉદીન ખિલજી ચડાઈ ઉપર આવ્યો હતો. ત્યારે ભગવાન શિવજી સાક્ષાત પ્રગટ થયા હતા.
એવું કહેવાય છે કે, આ મંદિરમાં જે શિવલિંગ છે તે આશરે 1700 થી 1800 વર્ષ જૂની છે. આટલા જ માટે દૂર દૂરથી ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીં આવે છે અહીં આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ માસ હોય એટલે અહીં મોટી સંખ્યામાં લોકોની ભીડ હોય છે.
એવી માન્યતા છે કે, આ મંદિર પહેલા અહીં ગાડીનો રસ્તો હતો ત્યારે એક વખત આ રસ્તા પર ગાડું ચાલવાથી શિવલિંગના બે ભાગ થઈ ગયા હતા અને શિવલિંગમાંથી રક્તના છેડ છૂટી હતા. જેથી અહીં સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયેલા છે અને વર્ષોથી લોકો અહીં આવે છે અને અહીં મહાદેવની પૂજા અર્ચના કરે છે.
કહેવાય છે કે, અલાઉદ્દીન ખીલજી જ્યારે અહીં ચડાઈ પર આવ્યો ત્યારે ભગવાન શિવજીના પોઠીયાના કાન માંથી ભમરાનું સૈન્ય નીકળ્યું હતું. આ ભમરાના સૈન્યએ અલાઉદ્દીન ખીલજીની સેના પર પ્રહાર કર્યા હતા. જેના કારણે ખીલજીને અહીંથી ભાગવાની નોબત આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment