રામ મંદિરના ભવ્ય અને દિવ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાર મંગળવારથી મતલબ કે આજરોજ થી રામ મંદિરના દરવાજા સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યા છે ત્યારે આજથી સામાન્ય ભક્તો ભગવાન શ્રીરામના દર્શન કરી શકશે અને રામ ભગવાનના દર્શન સવારે સાત વાગ્યાથી શરૂ થયા હતા
ત્યારે હજારો ભક્તો તેમની મૂર્તિના દર્શન કરે તેવી અપેક્ષા છે ત્યારે હજારો લાખો ભક્તો રામનગરી પહોંચ્યા છે અને એક અંદાજ મુજબ દરરોજ 1.5 લાખ ભક્તો રામ ભગવાનના દર્શન કરશે તેવી અપેક્ષા સેવાય રહી છે.આજથી દેશના સામાન્ય લોકોને નાગરિકો માટે મંદિરના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા છે
#WATCH | Ayodhya, Uttar Pradesh: Visuals of first evening aarti performed after Ram Temple Pran Pratistha Ceremony. (22.01)
(Source: Associate Priest, Ram Mandir) pic.twitter.com/2KdXUcHWoz
— ANI (@ANI) January 23, 2024
ત્યારે સવારે ત્રણ વાગ્યાથી ભક્તોની ભીડ ઉમટી પડી હતી ત્યારે હાલમાં આરતીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે અયોધ્યા નગરીમાં વાતાવરણ કેવું છે અને આ વીડિયોમાં ભક્તોની ભીડ પણ જોઈ શકાય છે ત્યારે લગભગ 550 વર્ષ બાદ ભગવાન શ્રી રામ બિરાજમાન થયા છે
જેનો ઉત્સાહ અને ઉમંગ ભક્તોના ચહેરા પર જોઈ શકાય છે.મળતી માહિતી મુજબ ભગવાન રામની પૂજા માટેના નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે ત્યારે આ અંતર્ગત સવારે ત્રણ વાગ્યાથી પૂજાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી અને ભગવાન શ્રીરામ લગભગ સવારે ચાર વાગ્યે જાગી ગયા હતા અને પછી તેમના શૃંગાર ની તૈયારીઓ કરવામાં આવી હતી.
#WATCH | Ayodhya, Uttar Pradesh: Devotees gather in large numbers at Shri Ram temple on the first day after the Pran Pratishtha ceremony pic.twitter.com/EGo9yr9sXS
— ANI (@ANI) January 23, 2024
સવારે સાત વાગ્યાથી મંદિરના કપાટ ખુલ્લી ગયા હતા અને મોટી સંખ્યામાં ભક્તોને ધ્યાનમાં રાખીને એવું કહેવામાં આવી રહ્યું છે કે ભક્તોને ગર્ભગૃહમાં દર્શન માટે માત્ર 15 થી 20 સેકન્ડ નો સમય આપવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment