આપણે સૌ જાણીએ જ છીએ કે ગઈકાલે અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા અનુભવ્યો મહોત્સવ હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રભુ શ્રીરામની મૂર્તિમાં પ્રાણ પુરાવામાં આવ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ સમગ્ર દેશના હિન્દુ લોકોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
આ ખાસ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક અનોખું ચાંદીનું મંદિર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટમાં આપ્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે, આ ચાંદીનું મંદિર ગુજરાતની ડાયમંડ સિટી સુરતમાં બનાવવામાં આવ્યું છે.
ચાંદીનું આ રામ મંદિર સુરતના અછી કુશાલદાસ જ્વેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. જેના હાલમાં કેટલાક ફોટો અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સાડા ત્રણ મહિનાની મહેનત બાદ બે ફૂટ ઊંચો આ અનોખો ચાંદીનું મંદિર તૈયાર થયું હતું.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ યોગી આદિત્યનાથે ચાંદીથી બનેલું આ સુંદર મંદિર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટમાં આપ્યું હતું. આ મંદિર બનાવવા માટે ત્રણ કિલ્લા જેટલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment