સર રવિન્દ્ર જાડેજા પોતાની પત્ની રિવાબા જાડેજા સાથે પહોંચ્યા અયોધ્યા નગરી, આ ખાસ ફોટાઓ થઈ રહ્યા છે હાલ વાયરલ,જુઓ

દોસ્તો ભારતીય ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્રસિંહ જાડેજા ભગવાન શ્રી રામ મંદિરના અભિષેક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગઈકાલે અયોધ્યા પોતાની પત્ની રિવાબા જાડેજા સાથે પહોંચ્યા હતા ત્યારે તેમની ઘણી બધી તસવીરો તો સામે આવી રહી છે અને આપણે મિત્રો જણાવી દઈએ કે જાડેજા ને પણ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં

આવ્યું હતું અને તેઓએ આ સુંદર મજાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી.આપને જણાવી દઈએ કે જાડેજા ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચ ની ટેસ્ટ સિરીઝ માટે હૈદરાબાદ હાજર હતો અને તે ગઈકાલે પ્રેક્ટિસ સેશન છોડીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે અયોધ્યા પહોંચી ગયો હતો અને સોશિયલ મીડિયા પર તેમની અનેક તસવીરો વાયરલ થઈ

રહી છે જેમાં તે પીળા કપડાં પહેરેલા જોવા મળી રહ્યા છે અને આ સિવાય અન્ય ખેલાડીઓ પણ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા માટે આવ્યા હતા. જેમાં વિરાટ કોહલી સચિન તેંડુલકર અનિલ કુંબલે રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોની જેવા નામોનો સમાવેશ થાય છે.અનિલ કુંભલે પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી અને તેની પત્ની સાથે હાજર થયા હતા

અને આ દરમિયાન ભારતીય મહિલા ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી આજે પણ આ સમારોહમાં પહોંચી ગયા હતા અને હાજરી આપી હતી ત્યારે આમ તો ધારાસભ્ય અને રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ પોતાની સંસ્કૃતિ પ્રમાણે સાડી પહેરીને ભગવાન શ્રી રામ લલ્લાના દર્શન કરવા માટે પધાર્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*