મિત્રો તમને ખબર જ હશે કે ગઈકાલે અયોધ્યા ખાતે રામ મંદિરનો ખૂબ જ ભવ્ય પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ ગયો છે ત્યારે આપણા ભારત દેશના મોટા મોટા ક્રિકેટરો થી લઈને મોટા બિઝનેસ મેનોથી લઈને મોટા મોટા સેલિબ્રિટીઓએ ત્યાં હાજરી આપી હતી અને આ રામ મંદિરમાં ભારતના મોટાભાગના ધનિક હોય કરોડો રૂપિયા દાન આપ્યું છે
જેમાં મોટાભાગના ગુજરાતીઓનું સમર્થન છે.સુરત શહેરના એક પટેલ પરિવારે અયોધ્યામાં આવેલા ભગવાન શ્રી રામના મંદિરમાં મુંગટ દાન કર્યો છે અને આ મુંગટ સુરતના ગ્રીન લેબ ડાયમંડ કંપનીના માલિક મુકેશ પટેલે અર્પણ કર્યો છે જેની કુલ કિંમત 11 કરોડ છે.
મિત્રો આ સોનાના મુગટમાં સોનુ સહિત હીરા નીલમ વગેરે સાથે 6 કિલો વજનનો બનાવવામાં આવ્યો છે. ભગવાન શ્રી રામ માટે તૈયાર કરવામાં આવેલો આ આભૂષણોથી મઢેલો મુંગટ અર્પણ કરવાનું વિચાર્યું ત્યારે કંપનીના સ્ટાફ મૂર્તિનું માપ લઈને સીધા સુરત આવ્યા હતા અને પછી ભગવાન શ્રી રામ માટે મુંગટ બનાવવાનું કામ શરૂ કરાયું હતું
અને આપને જણાવી દઈએ ત્યાં મુગટ ની અંદર લગભગ સાડા ચાર કિલો જેટલું સોનુ વપરાયું છે તેમજ આ સિવાય નાની મોટી સાઈઝના હીરા માણેક મોતી નીલમ વગેરે જેવા રત્નો જોડવામાં આવ્યા છે અને આ મુગટની ચર્ચા હાલમાં સમગ્ર ભારતમાં થઈ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment