રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશભરમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના અલગ અલગ ખૂણે 22 જાન્યુઆરીના રોજ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં ઘણા મોટા મોટા શહેરને શણગારવામાં આવ્યા છે. લોકો અલગ અલગ પ્રકારના કાર્યો કરીને પોતાની ખુશીઓ વ્યક્ત કરી રહ્યા છે. આ બધા વચ્ચે સુરતની મહિલાઓ દ્વારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં એક અનોખો આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતના એક મહિલા મંડળ દ્વારા ભગવાન રામના જન્મથી લઈને અયોધ્યા પાછા ફર્યા ત્યાં સુધી 51 અલગ-અલગ રામાયણના પ્રસંગની મહેંદી મૂકવામાં આવી હતી. જેના કેટલાક ફોટા પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
સુરતના મહિલા મંડળ પોતાના હાથ પર રામાયણના 51 અલગ-અલગ પ્રસંગની મહેંદી મુકાવી છે. મહિલાઓમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનોખો ઉત્સવ જોવા મળી રહ્યો છે. મહિલાઓના આ અનોખા આયોજનના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment