મિત્રો અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની તૈયારી પુરા જોશમાં ચાલી રહી છે ત્યારે તમામ ક્ષેત્ર પણ આ તકનો લાભ લેવા માટે ખૂબ જ ઉત્સાહિત છે ત્યારે ખાસ કરીને હોસ્પિટલ ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટરનું મોટું પ્રોત્સાહન જોવા મળી રહ્યું છે અને 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન બાદ અયોધ્યામાં પ્રવાસીઓનો અંદાજિત પ્રવાહ લાખોમાં હશે.
તેમની માંગને પહોંચી વળવા માટે આ ત્રણેય ઉદ્યોગોમાં 20,000 થી વધુ નોકરીઓ ઉત્પન્ન થવાની સંભાવના છે. સ્થાફિંગ કંપનીઓ અપેક્ષા રાખે છે કે આગામી મહિનાઓમાં નોકરીની સંખ્યામાં વધારો થશે અને કંપનીનું કહેવું છે કે અયોધ્યામાં રામ મંદિર આગામી બે થી ત્રણ દાયકા સુધી ચરસ સીમા પર હશે.
રેન્ડસ્ટેડ ઇન્ડિયાના સ્ટાફિંગ અને રેન્ડસ્ટેડ ટેકનોલોજીસના ચીફ કોમર્શિયલ ઓફિસર યસબગીરીએ જણાવ્યું કે આગામી થોડા વર્ષોમાં અયોધ્યાએ વૈશ્વિક પ્રવસન કેન્દ્રમાં પરિવર્તક થવાની તૈયારી છે જેમાં અંદાજે દરરોજના ત્રણ થી ચાર લાખ મુલાકાતો આવશે.નિષ્ણાતોએ જણાવ્યું કે જો આગામી વર્ષોમાં દરરોજના બે થી ત્રણ લાખ લોકો અયોધ્યા મંદિરની મુલાકાત લે છે
તો અંદાજ મુજબ તેનો અર્થ એ થશે કે શ્રદ્ધાળુઓના રહેવા, લોજિસ્ટિક્સ અને ભોજન વ્યવસ્થા કરવા માટે વધુ માનવ બળની જરૂર પડશે. બાલા સુબ્રમણ્યને જણાવ્યું કે હોસ્પિટલિટી ઉદ્યોગમાં માનવ શક્તિનો માંગનો લાક્ષણિક ગુણોત્તર દર 100 ગ્રાહકઓએ એક થી બે કર્મચારીઓની વચ્ચે છે જેનો અર્થ એ છે કે વર્ષ દરમિયાન ઘણી બધી નોકરીઓ પેદા થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment