સુરતના બે મિત્રો 1 કરોડની ભગવા રંગની અનોખી કાર લઈને અયોધ્યા જશે… 1400 કિલોમીટરનું અંતર કાપીને અયોધ્યા પહોંચશે… જુઓ અનોખો વિડિયો…

22 જાન્યુઆરીને લઈને તમામ રામ ભક્તોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના અલગ અલગ ખૂણેથી લોકો અયોધ્યા જવા માટે રવાના થઈ ગયા છે. ત્યારે સુરત થી અયોધ્યા જતા બે મિત્રની ચર્ચાઓ હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ થઈ રહી છે.

આ બે મિત્રો ભગવાન રંગની એક કરોડની ગાડી લઈને અયોધ્યા જશે. તેમની આ અનોખી ગાડી ના કેટલાક વિડીયો અને ફોટા પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

સુરતના રામ ભક્તે પોતાની એક કરોડ રૂપિયાની જેગુઆર કાર ભગવા રંગની બનાવી દીધી છે અને કાર પર પ્રભુ શ્રી રામના ચિત્ર તથા રામ મંદિરના ચિત્ર દોરવામાં આવ્યા છે. આ અનોખી કાર જ્યારે રોડ પર આવે ત્યારે તે જોઈને સૌ કોઈ લોકો જય શ્રી રામ બોલી રહ્યા હતા.

સુરતના બે યુવકો આ અનોખી કાર લઈને અયોધ્યા પહોંચશે. બંને 1400 કિલોમીટરનું અંતર કાપશે અને અયોધ્યા પહોંચશે. આ બંને ભાઈઓની કેટલીક તસવીરો અને તેમની કારની પણ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

વાયરલ થયેલો વિડિયો iam_siddarth_doshi નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*