ઉતરાયણની ખુશીઓમાં માતમ છવાયો…! નોકરી પર જતા યુવકનું ઘાતક દોરીના કારણે દર્દનાક મોત…

ઉતરાયણના દિવસોમાં પતંગની દોરીના કારણે ઘણા પશુઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. પતંગની ઘાતક દોરીના કારણે સામાન્ય જનતાને પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તેવી જ એક ઘટના વડોદરામાં બની છે.

વડોદરાના વાઘોડિયા ખાતે પતંગની ઘાતક દોરી ગળામાં આવી જતા એક યુવાનનું કરુણ મોત થયું છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, એક યુવાન પોતાની બાઈક લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ રસ્તામાં તેના ગળામાં પતંગની દોરી ફસાઈ ગઈ હતી.

આ કારણોસર તેને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી યુવકનું કારણ મોત થયું હતું. યુવકનું મોત થતાં પરિવારની ઉતરાયણની ખુશીઓમાં માતમ છવાઈ ગયો હતો. યુવક વાઘોડિયામાં ભાડાના મકાનમાં રહેતો હતો અને જીઆઇડીસી માં નોકરી કરતો હતો.

યુવકના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. ઘાતક દોરી ગળામાં આવ્યા બાદ યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ યુવક અને સારવાર મળે તે પહેલા તો તેનું મોત થઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*