હાલમાં તો દેશના તમામ હિન્દુ લોકોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે 22 તારીખના રોજ અયોધ્યામાં પ્રભુ શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જવાની છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશના અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં પણ ઘણા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે મોરબીના ભાનુબેન સોલંકી નામના માજીને પણ રામ મંદિરનું આમંત્રણ મળ્યું છે. તો ચાલો જાણીએ આ માજી કોણ છે અને તેમને શા માટે રામ મંદિરનું આમંત્રણ મળ્યું.
મિત્રો તમને જણાવી દઈએ કે, ભાનુબેન સોલંકી એ રામ મંદિરના નિર્માણ માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું છે. એટલે કે ભાનુબેને પોતાની બધી મરણમૂડી પ્રભુ શ્રીરામના મંદિર માટે અર્પણ કરી દીધી છે. હાલમાં તો ભાનુબેન નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે.
તેઓ એક સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપતા હતા અને હવે તેમને નિવૃત્તિ લઈ લીધી છે. ભાનુબેનના બહેન હજી હવે આ દુનિયામાં નથી. બંને બહેનોએ તેમની સેવા નિવૃત્તિ મળ્યા બાદ મળેલા તમામ નાણા અને પરિવારજનોના સહયોગથી રામ મંદિરમાં 27 લાખ રૂપિયાનું દાન કર્યું છે.
આજથી આઠ નવ વર્ષ પહેલાં જ્યારે ભાનુબેન અયોધ્યા ગયા. ત્યારે અહીં તેમને સંકલ્પ લીધો હતો કે તેઓ રામ મંદિરના નિર્માણમાં પોતાની તમામ મરણ મૂડી આપશે. ત્યારે હવે ભાનુબેન સોલંકીને રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
આમંત્રણ મળતા જ ભાનુબેન અને તેમનો પરિવાર ખૂબ જ ખુશ થઈ ગયો હતો. 82 વર્ષની ઉંમર ભાનુબેનને રામ મંદિરનું આમંત્રણ મળતા તે પોતાને ખૂબ જ નસીબદાર માને છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment