ખજૂર ભાઈ ના પત્ની મીનાક્ષી ભાભી ગુજરાતના આ ગામના વતની છે..! બંનેની પ્રેમ કહાની વિશે સાંભળીને તમે પણ કહેશો કે…

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે લોક સેવામાં કાર્યકર્તા ખજૂર ભાઈ હાલમાં જ લગ્ન બંધનમાં બંધાયા છે. મિત્રો આપને જણાવી દઈએ કે ખજૂર ભાઈના પત્ની મીનાક્ષી ભાભી કોઈ અભિનેત્રી કે ગાયિકા કલાકાર નથી પરંતુ એક સામાન્ય પરિવારની છોકરી છે. ખજૂર ભાઈ સાથે સગાઈ કર્યા બાદ મીનાક્ષી દવે પણ મોટા સેલિબ્રિટી બની ગયા હતા

અને ત્યારે તમામ લોકોના મનમાં પ્રશ્ન હશે કે મીનાક્ષી દવે કોણ છે અને કઈ રીતે ખજૂર ભાઈને તેમને મુલાકાત થઈ.તમને જણાવી દઈએ કે મીનાક્ષી દવે સાવરકુંડલાના દોલતી ગામના વતની છે અને તેમના પિતા કિશોરભાઈ દવે સિંચાઈ ખાતામાં નોકરી કરે છે અને તેમના મમ્મી અરુણાબેન ઘર સંભાળે છે.

મીનાક્ષી દવે ને ત્રણ મોટી બહેનો અને એક નાનો ભાઈ પણ છે.મીનાક્ષી ખજૂર ભાઈ જાની બી ફાર્મા બાદ અમદાવાદ સ્થિત કેડીલા ફાર્મા કંપનીમાં નોકરી પણ કરી હતી જોકે થોડાક સમય પહેલા તેમના મમ્મીની તબિયત ખરાબ હોવાના કારણે તેઓએ નોકરી છોડી દીધી હતી

અને તેમના મમ્મીની સેવા કરવા લાગ્યા હતા જોકે કુદરતે નક્કી કર્યું હશે એટલે કે મીનાક્ષી ભાભી અને ખજૂર ભાઈ ની એક સેવાના કામમાં મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંને એકબીજાના નંબર લીધા હતા અને પછી બંને પ્રેમમાં પડ્યા હતા. ત્યારબાદ નીતિનભાઈ ના મમ્મીએ મીનાક્ષી ભાભી ના પિતા સમક્ષ તેમની દીકરીનો હાથ માંગ્યો હતો અને પછી બંને ની સગાઈ થઈ અને હવે તો ધામધૂમથી લગ્ન પણ થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*