માથા પર સોનાના 64 લાખના ચરણ પાદુકા મૂકીને, આ વ્યક્તિ 8,000 kmનું અંતર કાપીને અયોધ્યા જશે…

હાલમાં તો અયોધ્યામાં બની રહેલા શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરેજોશમાં ચાલી રહી છે. ઉપરાંત હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ રામ મંદિરની જ ચર્ચાઓ ચાલી રહી છે. ભક્તોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

લોકો દૂરથી ચાલીને, દોડીને, સ્કેટિંગ કરીને રામ મંદિર જવા માટે રવાના થઈ ગયા છે. ઉપરાંત દેશના અલગ અલગ ખૂણામાંથી ઘણી કીમતી વસ્તુઓ પણ રામ મંદિર જઈ રહી છે. ત્યારે હૈદરાબાદ થી અયોધ્યા ચાલીને જતા એક વ્યક્તિ વિશે આજે આપણે વાત કરવાના છીએ.

તો તમને જણાવી દઈએ કે હૈદરાબાદના રહેવાસી 64 વર્ષના વ્યક્તિ 8000 કિલોમીટર પગપાળા પ્રવાસ કરીને અયોધ્યા પહોંચશે. આ વ્યક્તિ પ્રભુ શ્રીરામની ચરણ પાદુકા માથે લઈને આ પ્રવાસ કરશે. આ ચરણ પાદુકા સોનેથી મઢેલી છે, જેની કિંમત લગભગ 64 લાખ રૂપિયા છે.

 

View this post on Instagram

 

A post shared by Gujarat updates (@kemchhogujarat)

મિત્રો તમને જણાવી દઈએ કે આ વ્યક્તિએ 20 જુલાઈના રોજ પોતાની યાત્રા શરૂ કરી હતી. આ વ્યક્તિ યાત્રા દરમિયાન દેશના અલગ અલગ ધામ જશે. હાલમાં આ વ્યક્તિની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે અને લોકો તેમના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*