નિતીન જાની જેને આપણે ખજૂર ભાઈ ના નામથી ઓળખીએ છીએ અને તેની વિશે આજે આપણે જોરદાર વાત કરવાના છીએ અને તેના સેવાની પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો આપણને બધાને ખબર જ છે કે વાવાઝોડાના સમય ખજૂર ભાઈ કેટલા બધા લોકોના મકાન બનાવી દીધા અને જે મદદ સરકારને કરવી જોઈએ તે ખજૂર ભાઈએ પોતાના એકલા હાથે કરી.
આજે ખજૂર ભાઈ ને સમગ્ર ગુજરાતમાંથી લોકો તેમને ખૂબ જ પ્રેમ આપે છે અને તેમના વિડીયો અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અપલોડ થતા હોય છે.હાલમાં ખજૂર ભાઈનો એક સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ખજૂર ભાઈ એક વ્યક્તિની મદદ કરતા જોવા મળી રહ્યા છે તો વિડિયો વિશે વાત કરવામાં આવે તો તેઓ રીક્ષાની સવારી કરે છે અને
રીક્ષા ઓટોમેટીક નહીં પરંતુ સાયકલ દ્વારા ચાલતી રીક્ષા છે. ત્યારે ખજૂર ભાઈ આ કાકા ને રીક્ષા નું ભાડું વિશે પૂછે છે કે કેટલા રૂપિયા થાય છે તો આ કાકા 60 રૂપિયા કહે છે જે વાત ખજૂર ભાઈ ખોટું ખોટું ભાવ ઓછો કરાવે છે.કાકા ગરીબ હતા પરંતુ દિલથી ગરીબ ના હતા એટલા માટે તેઓએ 10 રૂપિયા ઓછા કરી દીધા છે બાદ હજુ પણ ખજૂર ભાઈ તેમને ઓછું કરવાનું કહે છે
ત્યારે કાકા કહે છે કે તમારે જે પૈસા આપવા હોય તે આપી દો આ દ્રશ્ય જોઈને તમામ લોકો તેના વખાણ કરવા લાગ્યા અને પછી ખજૂર ભાઈ તેમને ઘણા બધા પૈસા આપ્યા પરંતુ કાકા એ લેવાનો ઇનકાર કર્યો ત્યારે કાકા ને ખજૂર ભાઈ કહે છે કાકા આ તમારી મહેનતના છે તમારું આવું વર્તન જોઈને હું તો બહુ ખુશ થઈ ગયો છું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment