સોશિયલ મીડિયા પર તમે ઘણા લોકોના જીવનની સફળતાની વાતો સાંભળી હશે. ત્યારે આજે આપણે નાની ઉંમરમાં ખૂબ જ મોટું નામ બનાવનાર એક બાળકના જીવનની વાત કરવાના છીએ. આ બાળકે પોતાના મહેનતના દમ પર 100 કરોડ રૂપિયાની કંપની ઉભી કરી નાખી છે. પહેલા તમને આ વાત સાંભળીને વિશ્વાસ નહીં એ આવે પરંતુ આ વાત એકદમ સાચી છે. આ બાળકનું નામ તિલક મહેતા છે અને તે મુંબઈનો રહેવાસી છે.
હાલમાં તો તિલક મહેતા અભ્યાસની સાથે પોતાનો બિઝનેસ પણ ચલાવે છે. સ્કૂલે જવાની ઉંમરમાં તિલક આજે 200થી પણ વધારે લોકોને રોજગારી આપી રહ્યો છે. તો ચાલો જાણીએ તિલક મહેતા આ મુકામ સુધી કેવી રીતે પહોંચ્યો. મિત્રો તમને જણાવી દઈએ કે તિલક નો જન્મ 2006માં ગુજરાતમાં થયો હતો. તિલકના પિતા એક લોજિસ્ટિક કંપની સાથે સંકળાયેલા છે.
તિલક સાથે એક ઘટના બની હતી અને પછી તેને એક ધંધો શરૂ કરવાનો આઈડિયા આવ્યો હતો. વાત કરીએ તો, તિલકના પિતા ઓફિસેથી ઘરે આવ્યા બાદ જ્યારે તેમને બજાર કે સ્ટેશનરીમાંથી કોઈ વસ્તુ લાવી આપવાનું કહેવામાં આવતું ત્યારે પિતાને લાગેલા થાક ના કારણે પિતા તે વસ્તુ લાવી દેવાની ના પાડતા. તેના પરથી તિલકને પુસ્તકોની હોમ ડિલિવરીનો એક અનોખો આઈડિયા આવ્યો હતો. ત્યારબાદ દીકરા એ પોતાનો આ આઈડિયા વિશે પોતાના પિતાને જણાવ્યું હતું.
ત્યાર પછી તો કુરિયર સેવા શરૂ કરવા માટે તિલકે સંપૂર્ણ પ્લાન તૈયાર કર્યો. ધંધો શરૂ કર્યો ત્યારે પહેલા તો તેના પિતા તેને પૈસા આપતા હતા. પરંતુ ધંધો આગળ વધારવા માટે જ્યારે વધુ રોકાણની જરૂર પડી ત્યારે ઘનશ્યામ પારેખ નામના વ્યક્તિએ તિલકના બિઝનેસમાં રોકાણ કર્યું હતું. ઘનશ્યામભાઈ બેંકમાં નોકરી કરતા હતા આ બિઝનેસ માટે તેમને પોતાની બેંકની નોકરી છોડી દીધી હતી અને તિલક સાથે ધંધામાં આવી ગયા હતા.
ત્યાર પછી તો તિલક અને ઘનશ્યામભાઈ સાથે મળીને પેપર અને પાર્સલ નામની કુરિયર સર્વિસ શરૂ કરી હતી. આજે આ કંપની પાસે એક ખૂબ જ મોટી ટીમ છે. કંપની પાસે 200 થી વધારે કર્મચારીઓ છે. આજે તેમની કંપની 100 કરોડ રૂપિયાની બની ગઈ છે એવું કહેવામાં આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment