દેશના તમામ હિન્દુ લોકોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના ખૂણે ખૂણેથી લોકો અયોધ્યા જવા માટે રવાના થઈ ગયા છે. ઘણા લોકો ચાલીને અથવા તો ઘણા લોકો સાયકલ લઈને અયોધ્યા જવા માટે નીકળ્યા છે. ત્યારે આજે આપણે એક એવા બાળકની વાત કરવાના છીએ જે અયોધ્યા જવા માટે અનોખો સફર કરશે.
મિત્રો તમને જણાવી દઈએ કે હિમાંશુ નામનો 10 વર્ષનો બાળક સ્કેટિંગ કરીને રાજસ્થાનથી અયોધ્યાની યાત્રા પર નીકળી ગયો છે. જેના કેટલાક વિડીયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
માત્ર દસ વર્ષના બાળકની અનોખી રામભક્તિ જોઈને પરિવારના સભ્યો અને આસપાસના લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. હાલમાં તો હિમાંશુ ધોરણ સાતમાં અભ્યાસ કરે છે અને હાલમાં સમગ્ર દેશમાં તેની ચર્ચા ચાલી રહી છે.
મિત્રો તમને જણાવી દઈએ કે 700 કિલોમીટરનું અંતર કાપીને હિમાંશુ અયોધ્યા પહોંચશે. કહેવામાં આવી રહ્યું છે કે, હિમાંશુ સ્કેટિંગ કરતો કરતો અયોધ્યા જશે અને તે 16 જાન્યુઆરીના રોજ અયોધ્યા પહોંચશે.
આ સમગ્ર પ્રવાસનો ખર્ચો હિમાંશુના પિતા ઉઠાવી રહ્યા છે. હિમાંશુ એ youtube પર જોયું હતું કે લોકો અયોધ્યામાં રામ મંદિરના સમારોહમાં ભાગ લેવા માટે ચાલીને યાત્રા કરી રહ્યા છે. પછી તેને નક્કી કર્યું હતું કે તે સ્કેટિંગ કરીને અયોધ્યા જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment