મિત્રો આજે જેની વાત કરવાના છીએ તે મહિલા પાસેથી તમામ યુવાનોએ સબક શીખવા જેવી છે કારણ કે રાજકોટના મનીષા બેને પ્રેમ લગ્ન કર્યા હતા અને શરૂઆતમાં તો બધું બરાબર ચાલતું હતું પછી ધીરે ધીરે જીવનમાં સંઘર્ષ શરૂ થયો. આ દરમિયાન મનીષા બેને એક દીકરી નો જન્મ આપ્યો પરંતુ આ પ્રેમ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં
અને મનીષાબેનને તેના પતિ છોડીને જતા રહ્યા.પતિ છોડીને જતા રહેતા મનિષાબેન ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી પરંતુ મનીષા બેને હાર ન માની અને અન્ય લોકો ઉપર નિર્ભર રહેવા કરતાં તેઓએ આત્મનિર્ભર બનવાનું વિચારી લીધું અને પોતાની દીકરીની જવાબદારી સાથે રાજકોટમાં સિવિલ હોસ્પિટલ નજીક ગાંઠીયા પૂરી શાકની લારીની
શરૂઆત કરી અને પોતાના વ્યવસાય ની શરૂઆત કરી.મનિષાબેન તમામે તમામ વસ્તુ જાતે બનાવે છે અને લોકોને પ્રેમથી ખવડાવે છે. મનિષાબેન એ કહ્યું કે તેમને લગ્ન પછી ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો છે પરંતુ ક્યારેય હાર નથી માની અને તેઓએ કહ્યું કે દરેક સ્ત્રીઓએ આત્મનિભર બનવું જોઈએ કોઇ પર આધાર રાખવો જોઈએ નહીં
અને આત્મનિર્ભર બનવું વર્તમાન સમય માટે ખૂબ જ જરૂરી છે. તેઓએ જણાવ્યું કે મારા દીકરીની જવાબદારી મારા પર છે ને તેના અભ્યાસથી લઈને તમામ જવાબદારી મારા પર છે અને હું હાર નથી માની એટલા માટે મેં લારીની શરૂઆત કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment