રામનગરી અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ થનારા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. દેશના તમામ હિન્દુ લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે મંદિર બનવાનો નિર્ણય આવ્યો ત્યારે ભારત અને વિદેશમાંથી રામ ભક્તોએ રામ મંદિર માટે દાન કર્યું હતું.
કહેવાય છે કે, દાનમાં આવેલી રકમના વ્યાજના પૈસા માંથી જ મંદિરનો પહેલો માળ પૂરો થઈ જશે. દેશના ખૂણે ખૂણેથી રામ ભક્તોએ મન મૂકીને દાન કર્યું હતું. ત્યારે આજે આપણે રામ મંદિરમાં સૌથી વધારે દાન કરનાર ગુજરાતી વિશે વાત કરવાના છીએ.
મિત્રો આ ગુજરાતી વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ સુરતના ડાયમંડ કિંગ એવા ગોવિંદભાઈ ધોળકિયા છે. ગોવિંદભાઈ ધોળકિયા એ મંદિરમાં 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ગોવિંદભાઈ ધોળકિયાની ચર્ચાઓ ચાલી રહી છે.
આ ઉપરાંત ગુજરાતમાં ઘણા બિઝનેસમેન છે, જેમને રામ મંદિરમાં મન મૂકીને દાન આપ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાંથી 13 લોકોને રામ મંદિરનું આમંત્રણ મળ્યું છે. જેમાં ગોવિંદભાઈ ધોળકિયાનું નામ પણ સામેલ છે. આ ઉપરાંત ગુજરાતના અન્ય કેટલાક મોટા બિઝનેસમેનના નામ પણ આ સૂચિમાં સામેલ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment