રામભક્તની અનોખી સાધના…! અમદાવાદના આ વ્યક્તિએ 54 કિલોનું એક અનોખું પુસ્તક બનાવ્યું… જાણો શું છે આ પુસ્તકની ખાસિયત…

સમગ્ર દેશના હિન્દુ લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં સ્થિત નિર્માણ થનાર રામ મંદિરમાં શ્રી રામલલ્લા બિરાજમાન થશે. રામ મંદિર બનવાની ખુશીમાં લોકો અલગ અલગ વસ્તુ રામ મંદિરમાં દાનમાં આપી રહ્યા છે.

ત્યારે અમદાવાદના પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતાં અપૂર્વ શાહે ભગવાન શ્રીરામની અનોખી શબ્દ સાધના કરી છે. તેમને 54 કિલો વજન ધરાવતું, 6 ફૂટ લંબાઈ વાળું અને 2 ફૂટ પહોળાઈ ધરાવતું એક અનોખું પુસ્તક તૈયાર કર્યું છે.

હાલમાં તો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ આ અનોખા પુસ્તકની ચર્ચાઓ ચાલુ છે. સાત મહિનાની મા મહેનત બાદ આ વિશાળ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે, આ વિશાળ પુસ્તક અમદાવાદ મહાનગરપાલિકા આયોજિત નેશનલ બુક ફેર માં મૂકવામાં આવ્યું છે.

આ પુસ્તક બનાવનાર વ્યક્તિએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આ પુસ્તક લખવા પાછળનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને ભગવાન શ્રી રામ વિશે વધુ માહિતગાર કરવાનો છે. તેમને જણાવ્યું કે આજની યુવા પેઢી સોશિયલ મીડિયામાં વધુ સક્રિય છે. પરંતુ કોઈ પણ પુસ્તક તરફ આકર્ષિત થતું નથી.

યુવા પેઢી પુસ્તક તરફ વળે તે માટે તેમને આ અનોખું પુસ્તક બનાવ્યું છે. આ પુસ્તકના ત્રણ પાનામાં સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદાનું સંક્ષિપ્તમાં વર્ણન કરાયેલું છે. આ ઉપરાંત પુસ્તકની અંદર ભગવાન શ્રી રામ વિશે પણ ઘણી માહિતી આપેલી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*