મિત્રો આજે આપણે દ્વારકા મંદિરને એક એવી વાત કરવાના છીએ જે તમે પહેલા ક્યારેય નહીં સાંભળી હોય. આપ સૌ જાણો જ છો કે, દ્વારકામાં આવેલું દ્વારકાધીશ મંદિર ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. દરરોજ સેકડો ભક્તો અહીં ભગવાન અને શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે આવે છે. કહેવાય છે કે, મંદિરમાં સ્થાપિત ભગવાન અને શ્રીકૃષ્ણની મૂર્તિની એક આંખ બંધ છે અને બીજી આંખ અડધી ખુલેલી છે.
ભગવાન શ્રીકૃષ્ણની આ મૂર્તિની વિશેષતાને લઈને ઘણી બધી લોકવાયકાઓ પણ પ્રચલિત છે. એવું કહેવાય છે કે, મુધલ બાદશાહ મોહમ્મદ શાહ જ્યારે દ્વારકામાં આક્રમણ કરવા આવ્યો હતો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ બચાવવા માટે મૂર્તિને સાવિત્રી વાવમાં છુપાવી દેવામાં આવી હતી. જ્યારે મોહમ્મદ શાહે દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ ન જોઈ એટલે તેને દ્વારકા પર આક્રમણ કર્યું હતું અને દ્વારકાને નષ્ટ કરી નાખ્યું હતું.
આક્રમણ કર્યા બાદ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિને ફરીથી દ્વારકા મંદિરમાં લાવવામાં આવી હતી. પરંતુ એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિને દ્વારકામાં લાવવામાં આવી ત્યારે તેમની એક આંખ બંધ થઈ ગઈ હતી અને બીજી એક આંખ અડધી ખુલ્લી હતી. આટલા વર્ષો સુધી ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિને વાવમાં છુપાવવામાં આવી જેના કારણે ભગવાન શ્રીકૃષ્ણની એક આંખ બંધ થઈ ગઈ હતી.
ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિને લઈને બીજી એક લોકવાયકા પણ ખૂબ જ પ્રચલિત છે. એવું કહેવાય છે કે, ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સાવિત્રી વાવમાં સ્વયંભૂ ઉત્પન્ન થઈ હતી. પછી જ્યારે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિને દ્વારકા મંદિરમાં લાવવામાં આવી ત્યારે તેમની એક આંખ બંધ થઈ ગઈ હતી. ભગવાન શ્રીકૃષ્ણની એક આંખ બંધ હોવાનું વાસ્તવિક કારણ શું છે તે કોઈને ખબર નથી. પરંતુ અલગ અલગ લોકવાયકાઓ પ્રચલિત છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment