મિત્રો સૌરાષ્ટ્ર અને બોટાદ જિલ્લામાં મોટેભાગના હવે યુવાનો નોકરીની જગ્યાએ ધંધો કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે. તમે ઘણા લોકોની એવી સ્ટોરી સાંભળી હશે જે લોકો નોકરી મૂકીને ધંધો કરતા હોય છે અને તેમાંથી લાખો રૂપિયાની કમાણી કરતા હોય છે.
ત્યારે આજે અમે તમને ગઢડા તાલુકાના અડતાલા ગામના એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ. જેમને નોકરી ન મળતા પોતાની કંપની ઉભી કરી હતી અને આજે તે કંપનીમાંથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ વ્યક્તિનું નામ ભાવિનભાઈ છે અને તેમને નોકરી ન મળતા તેમને આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કર્યું હતું.
ધીમે ધીમે તેમને આ ધંધામાં સફળતા મળતી ગઈ. મિત્રો ભાવિનભાઈએ બી.એ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમને નોકરી માટે અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમને નોકરી ન મળી એટલે તેમને પોતાના ગામમાં આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કરી દીધું હતું.
ધીમે ધીમે તેમનો આઇસ્ક્રીમ ગઢડા તાલુકામાં પ્રસિદ્ધ થવા લાગ્યો. આજે ભાવિનભાઈ પોતાના આઈસ્ક્રીમના ધંધામાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. મિત્રો ભાવિનભાઈ ફેક્ટરીમાં એક થી 400 રૂપિયા સુધીના ભાવનો આઈસ્ક્રીમ અને શિખંડ બનાવે છે.
ભાવિનભાઈની વાર્ષિક આવક 36 લાખ રૂપિયા છે. તેમના આઈસ્ક્રીમનું અમરેલી, વલભીપુર, ભાવનગર, સુરત સહિતના વિવિધ શહેરોમાં વેચાણ થઈ રહ્યું છે. તેમની ફેક્ટરીમાં 50 થી 60 કામદારો કામ કરી રહ્યા છે. હાલમાં તો ભાવિનભાઈની સફળતાની ચર્ચાઓ ચારેય બાજુ ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment