અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર નિર્માણ થયેલા ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેના કારણે સમગ્ર દેશના હિન્દુ લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
દેશના અલગ અલગ ખૂણામાં રામ મંદિર માટે ઘણી કીમતી ચીજ વસ્તુઓ બની રહી છે. આ બધા વચ્ચે જામનગરમાંથી લાખો રૂપિયાની પેન રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચશે. આ પેનની કિંમત સાંભળીને તમે સૌ કોઈ લોકો ચોકી ઉઠશો.
વાત કરીએ તો જામનગરન કનખરા પરિવાર તરફથી મેગ્નકાર્ટા બ્રાન્ડની બનાવેલી ફાઉન્ટેન પેન અયોધ્યા મોકલવામાં આવશે. આ ઈમ્પોર્ટેડ પેનની કિંમત 1 લાખ 90 હજારની છે.
આ અનોખી પેન વિશે વાત કરીએ તો, શ્રી રામ મંદિરની પ્રતીકૃતિ સાથેના સ્ટેન્ડ અને અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામની વિશાળ પ્રતિમાની પ્રતીકૃતિ સાથેની સોના ચાંદીથી જડિત આ પેન છે. હાલમાં તો આ અનોખી પેની જ ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે અને તેના કેટલાક વિડીયો અને ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ પેનને અર્પણ કરવામાં આવશે. આ અનોખી પેન બનાવવા માટે છ મહિનાનો સમય લાગ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment