મિત્રો હાલમાં તો તમામ હિન્દુ લોકોમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણકે અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય મંદિરમાં ભગવાન રામની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રી રામ મંદિરમાં દેશના અલગ અલગ ખૂણા માંથી દાનભેટ આવી રહ્યું છે.
ત્યારે ગુજરાતના વડોદરામાં રહેતા એક ખેડૂતે શ્રી રામ મંદિર માટે કંઈક એવી વસ્તુ તૈયાર કરી છે કે સાંભળીને તમે પણ વાહ વાહ કરશો. આ ખેડૂતે 1100 કિલો વજન અને 9.25 ફૂટ ઊંચાઈ ધરાવતો એક અનોખો દીવો બનાવ્યો છે.
જેના કેટલાક ફોટા પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, દીવાની પહોળાઈ 8 ફૂટ, વજન 1100 કિલો, ઊંચાઈ 9.25 ફૂટ છે. આ દીવામાં ઘીની ક્ષમતા 501 કિલોની છે. જ્યારે દીવાને પ્રગટાવવા માટે 15 કિલોની રૂની દિવેટ પ્રગટાવી પડશે.
વડોદરા શહેરના ભાયલા વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ મંગળભાઈ પટેલ નામના ખેડૂતે 1100 કિલોનો વજન ધરાવતો દીવો બનાવ્યો છે. આ દીવો રામ મંદિરમાં મુકાશે. ખેડૂતે જણાવ્યું કે દીવાને રોડના માર્ગથી અયોધ્યા પહોંચાડવામાં આવશે.
હાલમાં તો વડોદરા ના જુના ચકલી સર્કલ પાસે આ દીવો દર્શન માટે મૂકવામાં આવ્યો છે. આ અનોખા દિવાને જોવા માટે લોકોની ભેળ ત્યાં એકઠી થઈ ગઈ છે અને લોકો દીવા સાથે ફોટા પણ પડાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment