જૂનાગઢના કેશોદ તાલુકાનું મઢડા ગામ માતાજી સોનબાઈ અનેક લોકોની આસ્થા નું કેન્દ્ર છે. મિત્રો આઠ જાન્યુઆરી વર્ષ 1924 ને પોષ સુદ બીજને રાત્રે 8:30 વાગ્યે ભગવતી આઈમાં સોનલનું પ્રાગટ્ય થયું હતું. આ બીજને સોનલ બીજ તરીકે પણ હાલ ગુજરાતમાં ઓળખવામાં આવે છે
ત્યારે આઠ જાન્યુઆરીના દિવસે સોનલ માતાજીના જન્મને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને આ જન્મ શતાબ્દીને ખૂબ ભવ્ય રીતે ઉજવવા માટે સમગ્ર મંદિર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.માતાજી સોનલ ને સમજણા થયા ત્યારથી ચારણ સમાજ ની ઉન્નતીના દાર ઉઘાડવા લાગ્યા હતા.
એમની કરુણતા ના અમૃત ઝરણાએ કેટલાય લોકોના સંતાનને દૂર કર્યા હતા અને માતાજીએ ગામડે સુપડે અને નેહડે પ્રવાસ કરી અથાગ પ્રયત્નોથી સમાજની ચડતી કળા થાય તે માટે જહેમત ઉઠાવી હતી. માતાજી એ તો ગુજરાત ઉપરાંત રાજસ્થાન મધ્યપ્રદેશ ના પ્રવાસ કર્યા હતા અને શિક્ષણ ક્ષેત્રે ચારણ સમાજને આગળ લાવવા તેઓએ અનેક કામગીરી કરી હતી.
1957માં તેઓએ કચ્છના માંડવી ખાતે એક બોડીંગ શાળાની સ્થાપના કરી હતી ત્યારબાદ માતાજી વાળાંક અને બાબરીયા વાળ ની તમામ પ્રદેશોના પ્રવાસ કર્યા હતા.આગામી 11 12 અને 13 જાન્યુઆરી ના રોજ ત્રણ દિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ સોનલ ધામ મઢડા ખાતે ઉજવાશે
અને તેમાં અનેક સંતો અને મહંતોને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. રાજ્યપાલ આચાર્ય દેવરજ પણ આ કાર્યક્રમનો હિસ્સો બનશે ત્યારે દરેક લોકોને આ કાર્યક્રમનું સાક્ષી બનવા માટે સોનલધામ મઢડા પરિવાર તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment