સુરતમાં 35 વર્ષના યુવકનું ઉભા ઉભા કરુણ મોત… જુઓ મોતનો લાઈવ વિડિયો…

ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં બનેલી હાર્ટ એટેકની ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અહીં એક યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું.

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ દુઃખદ ઘટના સુરતના મગદલ્લા વિસ્તારમાં આવેલા રિસોર્ટમાં કામ કરતા યુવક સાથે બની હતી યુવક કપડાં ધોતો હતો. ત્યારે અચાનક જ તે જમીન પર ઢાળી પડ્યો હતો અને તેનું મોત થઈ ગયું હતું.

વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકની ઉંમર 35 વર્ષની હતી અને તેનું નામ વિકાસ હતું. વિકાસ ડુમસ રોડ ખાતે આવેલા રેમ્બો રિસોર્ટમાં રહેતો હતો. તે અહીં સાફ સફાઈ સહિતના કામ કરીને પોતાનું ગુજરાત ચલાવતો હતો.

કહેવાય છે કે હજુ થોડા દિવસ પહેલા જ વિકાસ રોજગારી માટે ગુજરાતના સુરતમાં આવ્યો હતો. સવારના સમયે તે રિસોર્ટમાં કપડાં ધોઇ રહ્યો હતો. ત્યારે લગભગ 8:30 વાગ્યાની આસપાસ તે અચાનક જ જમીન પર ઠળી પડ્યો હતો.

પછી ત્યાં કામ કરતા અન્ય કારીગરો ત્યાં આવી પહોંચ્યા હતા અને 108ની મદદથી વિકાસને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વિકાસની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*