મિત્રો રાજ્યમાં અનેક જગ્યાએ ભુક્કા બોલાવતી ઠંડી પડી રહી છે. આ બધા વચ્ચે અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. તો ચાલો જાણીએ અંબાલાલ પટેલ શું કહે છે. આવનારા વર્ષ એટલે કે 2024 ની શરૂઆતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે.
આગાહી મુજબ પાકિસ્તાનને અડીને આવેલા ગુજરાતના ભાગો તેમજ મહારાષ્ટ્ર અને અડીને આવેલા ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા છે. આ ઉપરાંત રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના ભાગમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ અરબ સાગરમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ ના કારણે કચ્છના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને પંચમહાલના ભાગોમાં વાતાવરણમાં અલ્ટો આવી શકે છે અને કમોસમી વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ભેજના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થાય તેવી શક્યતાઓ છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ નવા વર્ષમાં વાતાવરણમાં મોટો ફેરફાર થઈ શકે છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠો આવી શકે છે. ત્યારે હવે આગામી દિવસોમાં જ જોવાનું રહ્યું કે અંબાલાલ પટેલ ની આગાહી સાચી પડે છે કે ખોટી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment