મિત્રો તમે સૌ કોઈ લોકો સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક મહેશભાઈ સવાણીને તો જરૂર ઓળખતા હશો. મહેશભાઈ સવાણી હંમેશા પોતાના સેવાકીય કામના કારણે ચર્ચામાં રહે છે. દર વર્ષે મહેશભાઈ સવાણી સમૂહ લગ્નનું આયોજન કરે છે અને આ લગ્નમાં પિતા વગરની દીકરીઓના ધામધૂમથી તેઓ લગ્ન કરાવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેશભાઈ પિતા વગરની દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવ્યા છે. જેના કેટલાક ફોટા અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વખતે મહેશભાઈ 75 દીકરીના લગ્ન કરાવ્યા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં પીપી સવાણી પરિવાર દ્વારા લગભગ 4572 દીકરીઓને કરિયાવર સાથે કન્યાદાન આપવામાં આવ્યું છે. રવિવારે મહેશભાઈ સવાણીએ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું.
આ લગ્નમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સાંસદ સી.આર પાટીલ, ગુજરાત રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા, મુકેશ પટેલ, પ્રવીણભાઈ ઘોઘારી, સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્ય સંગીતા પાટીલ સહિતના અનેક લોકો હાજર રહ્યા હતા.
આ વખતે મહેશભાઈ સવાણી 75 દીકરીઓના પાલક પિતા બનીને તેમના લગ્ન કરાવ્યા છે. તેમને દીકરીઓના લગ્ન ધામધૂમથી કરાવ્યા છે. આ સમૂહ લગ્નના કેટલાક ફોટા અને વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment