મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે 2024 માં 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરનું અનાવરણ કરવામાં આવશે. દરેક લોકો રામ મંદિરના ભવ્ય ઉદઘાટનની રાહ જોઈને બેઠા છે. રામ ભક્તો વચ્ચે એક અલગ જ ખુશીનો માહોલ છે. હજુ તો રામ મંદિર બન્યું નથી તે પહેલા જ રામ ભક્તો મંદિરમાં અનેક વસ્તુઓ ભેટમાં આપી રહ્યા છે.
ત્યારે આજે આપણે સુરતના એક રામ ભક્તિ આપેલી અનોખી ભેટ વિશે વાત કરવાના છીએ. વાત કરે તો સુરતના એક હીરાના વેપારીએ રામ મંદિરને ભેટમાં આપવા માટે એક ખાસ પ્રકારનો અને ખૂબ જ સુંદર નેકલેસ તૈયાર કર્યો છે.
આ નેકલેસ આટલો સુંદર છે કે જોઈને તમારું દિલ પણ ખુશ થઈ જશે. સુરતના વેપારીએ આ નેકલેસ 5000 અમેરિકન ડાયમંડથી તૈયાર કરાવ્યો છે. સુરતના આ વેપારીએ રામ મંદિરના ટ્રસ્ટને આ અનોખું નેકલેસ ભેટમાં આપ્યું છે. આ હીરાનું નામ કૌશિકભાઈ કાકડીયા છે.
જેમને રામ મંદિરની ડિઝાઈનવાળું એક અનોખું નેકલેસ બનાવ્યું છે. હાલમાં તો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ આ વાતની ચર્ચાઓ ચાલી રહી છે. ફોટામાં તમે જોઈ શકો છો કે નેકલેસ હીરાથી ચમકી રહ્યું છે.
Over 5000 American diamonds used to make necklace on theme of Ram Temple
Read @ANI Story | https://t.co/u4dF8696nl #RamTemple #Diamonds #ramjanmabhoomi pic.twitter.com/PZc7D2B4zO
— ANI Digital (@ani_digital) December 18, 2023
ખૂબ જ સુંદર અને અનોખી કારીગરી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કુલ 40 જેટલા કારીગરોએ મળીને 35 દિવસની અંદર આ રામ મંદિરની થીમ પર નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. આ નેકલેસની કિંમત અંદાજે 50 લાખ રૂપિયા આપવામાં આવી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment