ફેંકી દીધેલા ફૂલને ભેગા કરીને આ કાકાએ શરૂ કર્યો અનોખો ધંધો..! આ રીતે કમાય છે લાખો રૂપિયા…

મિત્રો વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાનું નામ આવે એટલે ભારત દેશનું નામ પહેલું જ હોય છે. આપણા દેશના લોકો કોઈ પણ નાખી દેવાની વસ્તુ માંથી એવી બેસ્ટ વસ્તુ બનાવતા હોય છે કે જે લોકોને ખૂબ જ કામમાં આવતી હોય. ત્યારે આજે આપણે વેસ્ટ માંથી બેસ્ટ બનાવીને પોતાનો અનોખો ધંધો ચલાવતા કાકાની વાત કરવાના છીએ.

મિત્રો આપણે સૌ જાણીએ જ છીએ કે ભારત દેશમાં સેકડો મંદિરો આવેલા છે. દરરોજ મંદિરમાં ભગવાન કે માતાજીને ફૂલ ચડતા હોય છે. આપણે સૌ જાણીએ જ છીએ કે સવારે ચડેલા ફુલ સાંજ પડે એટલે કરમાઈ જતા હોય છે.

એટલે તે સુકાઈ ગયેલા ફૂલ અને કચરામાં અથવા તો પાણીમાં પધરાવી દેવામાં આવતા હોય છે. ત્યારે સુકાઈ ગયેલા ભૂલમાંથી એક કાકાએ એવી વસ્તુ બનાવવાની શરૂ કરી નાખી કે આજે તેઓ તેમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે.

કહેવાય છે કે આ કાકા સુકાઈ ગયેલા ફૂલ અને ભેગા કરે છે. ત્યારબાદ એક નાનકડા એવા મશીનની મદદથી ફૂલમાંથી ધૂપબતી બનાવે છે. ધૂપબતી બનાવવાની પ્રોસેસ જાણીએ તો સૌપ્રથમ મંદિરોમાંથી સુકાઈ ગયેલા ફૂલ ભેગા કરવાના પછી તેને સાત દિવસ સુધી સુકાવા દેવાના. ફુલ સાવ સુકાઈ જાય ત્યારબાદ તેનો પાવડર બનાવી નાખવાનો.

ત્યારબાદ તે પાવડરમાં માપસરનું પાણી નાખીને એક મિશ્રણ બનાવવાનું અને ત્યારબાદ આ મિશ્રણને મશીનમાં નાખવાનું. પછી આ ખાસ પ્રકારનું મશીન આ મિશ્રણમાંથી ધુપબતી બનાવે છે. ત્યારબાદ તેને સુકવવા દેવાની અને પછી તેને માર્કેટમાં વેચાણ માટે તૈયાર કરવાની. આ રીતે કાકા ધુપબતી બનાવીને લાખો રૂપિયા કમાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*