મિત્રો હાલના સમયમાં ઘણા વ્યક્તિઓને તમે વિચિત્ર બીમારીથી પીડાતા જોયા હશે. ઘણી વખત એવી દુર્લભ બીમારીઓ આપણી સામે આવી જતી હોય છે કે જે જોઈને આપણે પણ ચોકી ઉઠતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે એક યુવકને થયેલી વિચિત્ર બીમારીની વાત કરવાના છીએ.
લલિત પાટીદાર નામના એક યુવક દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યો છે. આ બીમારીમાં યુવકના આખા ચહેરા પર વાળ ઉગી રહ્યા છે. લલિત મધ્યપ્રદેશની અંદર આવેલા રતલામનો રહેવાસી છે. આ બીમારીમાં લલિતના આખા ચેહરા પર ખૂબ જ મોટા મોટા વાળ ઉગે છે.
આ બીમારીના કારણે લલિતને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં લલિતે જણાવ્યું કે, હું ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવું છું અને મારા માતા-પિતા ખેડૂત છે. જાણવા મળી રહ્યું છે કે, લલિત જ્યારે છ થી સાત વર્ષનો હતો ત્યારે તેના આખા શરીર પર વાળ વધવા લાગ્યા હતા.
સાથે સાથે લલિતના ચહેરા ઉપર પણ વાળ ઉગવાનું શરૂ થઈ ગયું હતું. જ્યારે લલિત સ્કૂલમાં જતો ત્યારે સ્કૂલમાં હાજર અન્ય વિદ્યાર્થીઓ લલિતની ખૂબ જ મજાક ઉડાવતા અને તેને અલગ અલગ પ્રકારના નામથી બોલાવતા હતા. આ બીમારીના કારણે લલિતે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે.
લલિતે જણાવ્યું કે, મારો આ ચહેરો જોઈને ઘણા લોકો તો ખૂબ જ ડરી જ હતા અને લોકો મને ભૂતભૂત કરીને પણ ચીડાવતા હતા. લલિતની આ બીમારીના કારણે ઘણા લોકો તેને ન કહેવાનું કહે છે. પરંતુ લલિત કોઈની વાત ધ્યાનમાં લેતો નથી અને પોતાનું જીવન એકદમ મસ્ત જીવી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment