બગદાણામાં આવેલા બજરંગદાસ બાપાના ધામે આવતા તમામ ભક્તોને સાવ મફતમાં ભોજન આપવામાં આવે છે… અહીંના રસોડાના ફોટા જોઈને અક્કલ કામ કરતી બંધ થઈ જશે…

મિત્રો તમે બજરંગદાસ બાપાના જીવનની કેટલીક વાતો સોશિયલ મીડિયા પર સાંભળી જ હશે. એવું માનવામાં આવે છે કે, 9 જાન્યુઆરી 1977 ના રોજ બજરંગદાસ બાપા સવારે બ્રહ્મલીન થયા હતા અને આ દિવસે વિક્રમ સવંતને ચોથીની ત્રીજ હતી.

મિત્રો બજરંગદાસ બાપા એવું જીવન જીવી ગયા કે હજુ પણ ઘણા લોકો તેમની પાસેથી પ્રેરણા લઈ રહ્યા છે. આજે પણ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાંથી પણ લોકો બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે બગદાણા આવે છે.

બગદાણા આવીને તમામ ભક્તો એક અનોખી શાંતિનો અનુભવ કરે છે. મિત્રો ગુજરાત રાજ્યના મોટેભાગના ગામડાઓમાં ગામની વચોવચ બજરંગદાસ બાપાની મઢુલી તમે જોઈ જ હશે. બજરંગદાસ બાપાને બાપા સીતારામના નામે પણ ઓળખવામાં આવે છે.

બજરંગદાસ બાપાનો જન્મ 1960 માં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ હરિદાસ અને માતાશ્રીનું નામ શિવકુવરબા હતું. બજરંગદાસ બાપુનો જન્મ રામાનંદી સાધુના ઘરે થયો હોવાના કારણે તેમનું આખું બાળપણ લોકો ભક્ત રામ તરીકે ઓળખતા હતા. માત્ર 11 વર્ષની ઉંમરે બજરંગદાસ બાપાએ સીતારામ બાપુ પાસેથી દીક્ષા લીધી હતી અને ભક્તિમાં લીન થયા હતા. ગુરુ પાસેથી જ્ઞાન લઈને બજરંગદાસ બાપા જ્યારે પરિભ્રમણ કરી રહ્યા હતા.

ત્યારે તેઓ બગદાણા ગામમાં આવ્યા હતા. આ ગામની સુંદરતા અને અહીં ગામના માણસો જોઈને બજરંગદાસ બાપા એટલે ખુશ થયા કે તેઓએ અહીં કાયમ માટે રોકાવાનું નક્કી કર્યું હતું. પછી બજરંગદાસ બાપા એ 1951માં અહીં આશ્રમની સ્થાપના કરી હતી. પછી 1959 માં બજરંગદાસ બાપાએ આશ્રમમાં ભોજનની સુવિધાઓ ચાલુ કરી હતી અને અહીં એક મંદિરનું નિર્માણ કર્યું હતું.

ગુજરાતનાં આ આશ્રમમાં 24 કલાક અપાય છે પ્રસાદ, દેશ-દુનિયામાં ગુંજે છે "બાપા  સીતારામ" નો નાદ

ત્યારથી લઈને અત્યાર સુધી દરરોજ બગદાણામાં ભોજનની સેવા ચાલે છે. અહીં આવતા તમામ ભક્તોને વિનંતી કરવામાં આવે છે કે પ્રસાદ જરૂર લેજો. 24 કલાક અહીં ભોજનશાળા ચાલુ રહે છે. અહીં આવતા તમામ ભક્તોને સાવ મફતમાં ભોજન આપવામાં આવે છે. કોઈની પાસેથી પણ એક રૂપિયો લેવામાં આવતો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*