ચાલુ ડાયરામાં કિર્તીદાન ગઢવી મણીધર બાપુના ખોળામાં માથું રાખીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, જાણો એવું તો શું થયું… જુઓ વાયરલ વિડિયો…

મિત્રો તમે સૌ કોઈ લોકો કિર્તીદાન ગઢવીને તો જરૂર ઓળખતા હશો. કિર્તીદાન ગઢવીના ચાહકો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં છે. ગુજરાતમાં ગમે તે જગ્યાએ કિર્તીદાન ગઢવીનો ડાયરો હોય એટલે મોટી સંખ્યામાં તેમના ચાહકો ત્યાં આવી પહોંચતા હોય છે. કિર્તીદાન ગઢવીને ડાયરા કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

મિત્રો તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત કિર્તીદાન ગઢવીના જુના વિડીયો જોતા હશો. ત્યારે થોડાક સમય પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કિર્તીદાન ગઢવીના વિડીયો વિશે આજે આપણે વાત કરવાના છીએ. વીડિયોમાં કિર્તીદાન ગઢવી ચાલુ ડાયરામાં રડતા નજરે પડી રહ્યા છે.

વાત કરીએ તો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં શ્રીરામ નારાયણ નિમિત્તે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર અને ભીખુદાન ગઢવી જેવા મોટા મોટા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરાંત ડાયરામાં મણીધર બાપુ પણ ઉપસ્થિત હતા. આ દરમિયાન ભીખુદાન ગઢવીએ ડાયરામાં રંગત જમાવી હતી અને તેઓ એક પ્રસંગ યાદ કરી રહ્યા હતા. આ દરમિયાન કિર્તીદાન ગઢવીની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તેઓ રડી પડ્યા હતા.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કિર્તીદાન ગઢવી મણીધર બાપુના ખોળામાં માથું રાખીને રડી રહ્યા છે. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને કિર્તીદાન ગઢવીને રડતા જોઈને તેમની ચાહકોની આંખોમાં પણ આંસુ આવી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*