દેશમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં એક ઓટો રીક્ષા અને ટ્રક વચ્ચે ટક્કર થતા એવો ભયંકર અકસ્માત સર્જાયો કે વિડીયો જોઈને રુવાડા બેઠા થઈ જશે.
આ અકસ્માતની ઘટનામાં ઓટોરિક્ષામાં મુસાફરી કરી રહેલા આઠ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વિદ્યાર્થીઓ ઓટોરિક્ષામાં સવાર થઈને પોતાની સ્કૂલે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમની રીક્ષા ટ્રક સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ માંથી સામે આવી રહી છે. અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા આઠ વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીની હાલત ખૂબ જ નાજુક છે.
અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક અને તેના એક સાથીદારે ઘટના સ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્થાનિક લોકોએ તેમને પકડી પાડી હતાં અને પોલીસને હવાલે કરી દીધા હતા. વાયરલ થયેલા ઘટનાના સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, એક ટ્રક ખૂબ જ ઝડપમાં જઈ રહ્યો છે.
According to the #HeartWrenching #CCTV visual:
The #speeding #AutoRickshaw carrying 7 school children hit the lorry and overturned in #Visakhapatnam, causing 7 #Students injured and 2 of them serious
It’s not clear who jumps the signal.#RoadAccident #RoadSafety #AndhraPradesh https://t.co/YRwzvJEicm pic.twitter.com/LWfvNfMTpN— Surya Reddy (@jsuryareddy) November 22, 2023
આ દરમિયાન ટ્રક બીજી બાજુથી આવી રહેલી ઓટોને જોરદાર ટક્કર લગાવે છે અને જેના કારણે ભયંકર અકસ્માત સર્જાય છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
પછી ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસ સીસીટીવી ફૂટેજ ના આધારે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment