મિત્રો હાલમાં તો એવો સમય ચાલી રહ્યો છે કે એક પત્નીને રાખવામાં પણ ભલભલા પુરુષના પરસેવા છૂટી જતા હોય છે. ત્યારે આજે અમે તમને એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ જેને એક બે નહીં પરંતુ 8 પત્ની છે. આ વાત સાંભળીને તમને પણ નવાઈ લાગશે પરંતુ વાત એકદમ સાચી છે.
આટલું જ નહીં પરંતુ આ વ્યક્તિની આઠે પત્ની એકબીજા સાથે હળી મળીને રહે છે અને કોઈ દિવસ એકબીજા સાથે ઝઘડો કરતી નથી. આઠ આઠ પત્ની રાખનાર આ વ્યક્તિનું નામ ઑગ ડેમ સોરોટ છે. તે પોતાની આઠે પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે. ઑગ ડેમ સોરોટ પોતાની પત્નીઓ સાથે થાઈલેન્ડમાં રહીને પોતાનું જીવન ગુજારે છે. એક ન્યુઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, ઑગ ડેમ સોરોટ ટેટુનો વ્યવસાય કરે છે.
થોડાક સમય પહેલા તે પોતાની આઠ પત્નીઓ સાથે એક ટીવી શોમાં પહોંચ્યો હતો અને ત્યારબાદ તે ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો હતો. ટીવી શોમાં તેને વાતચીત કરતા જણાવ્યું હતું કે, તે પોતાની આઠ પત્ની સાથે એક જ જગ્યાએ ખૂબ જ રાજી ખુશીથી રહે છે.
તે પોતાની દરેક પત્નીઓને એક સરખો પ્રેમ આપે છે. તેનું કેવું છે કે, મારી પત્નીઓ અલગ અલગ બેડરૂમમાં સુવે છે. મારી સાથે સુવા માટે તેઓ નંબરની રાહ જુએ છે. તેઓ એક સાથે હળી મળીને રહે છે અને કોઈ દી તેમની વચ્ચે ઝઘડો થયો નથી.
ઑગ ડેમ સોરોટ હાલમાં તો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. જ્યાં જુઓ ત્યાં ઑગ ડેમ સોરોટની વાતો ચાલી રહે છે. ઉપરાંત લોકો આ વ્યક્તિ વિશે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment