મિત્રો હજુ બે દિવસ પહેલા જ નવું વર્ષ શરૂ થયું છે ત્યારે નવા વર્ષને લઈને તમામ લોકોના ઘરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે દરેક હિન્દુના ઘરના આંગણે દિવાળીમાં કલાત્મક રંગોળી પણ જોવા મળી હતી ત્યારે ગોંડલમાં બે દીકરી હોય નવા વર્ષના દિવસે પોતાના આંગણે લેવા પાટીદાર સમાજની કુળદેવી ખોડીયાર માતાજીની રંગોળી બનાવી હતી અને દોસ્તો આપણે જણાવી દઈએ કે રંગોળી તૈયાર
કરવામાં લગભગ 14 કલાક જેટલો સમય લાગ્યો હતો.ગોંડલ ગણેશ મીલ વાળી શેરીમાં રહેતા બંસીબેન રોકડ અને હેપી બેન રોકડે 8 ફૂટ ઊંચી અને આઠ ફૂટ પહોળી ખોડીયાર માતાજીની સુંદર મજાની રંગોળી બનાવી હતી અને રંગોળી બનાવવામાં લગભગ 14 કલાક જેટલો સમય પણ લાગ્યો હતો અને મિત્રો આપણે જણાવી દઈએ કે આ સુંદર મજાની રંગોળીમાં અંદાજિત 13 કિલો જેટલો કલર મિક્સ કરીને
વાપરવામાં આવ્યો છે અને 17 જેટલા કલરના શેડ આપી આ સુંદર મજાની રંગોળીને તૈયાર કરવામાં આવી છે.જાણે લાગે એમ કે ખોડીયાર માતાજી સાક્ષાત આ પૃથ્વી પર જન્મ્યા છે અને જાણે તેમને સુંદર મજાના વાઘા પહેર્યા હોય તેવું જ માતાજીના વાઘામાં સતારાની ટીકી
ડાયમંડના સ્ટોન અને ડાયમંડની સળ એક મીટર જેવી લગાડવામાં આવી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં ખોડીયાર માતાની આ સુંદર મજાની રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી અને લોકો દૂર દૂરથી આ રંગોળી જોવા આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment