આજકાલ ગુજરાત રાજ્યમાં અકસ્માતના બનાવ ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર બપોરના સમયે લગ્ન પ્રસંગમાંથી બે બહેન અને એક ભાઈ બાઈક પર સવાર થઈને પોતાના ગામ જેતપર જઈ રહ્યા હતા.
આ દરમિયાન રસ્તામાં સામેથી આવી રહેલા ટ્રેક્ટર ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનામાં એક બહેનનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ભાઈ બહેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં રાત્રિના સમયે ભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું.સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, 18 વર્ષીય પ્રકાશભાઈ ચંદુભાઈ કોળી, 23 વર્ષીય હેતલબેન ચંદુભાઈ કોળી અને 20 વર્ષીય પાયલબેન રાજુભાઈ કોળી નામના ત્રણ ભાઈ બહેન માસીના દીકરાને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા.
બપોરે જમીને ત્રણય ભાઈ-બહેને બાઈક પર સવાર થઈને પોતાના ગામ આવવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રેકટર ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે, અકસ્માતની ઘટનામાં સૌથી મોટી બહેન હેતલનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે નાનો ભાઈ પ્રકાશ અને પાયલ બંને ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદની હોસ્પિટલમાં રાત્રે સારવાર દરમિયાન પ્રકાશનું મોત થયું હતું. જ્યારે પાયલની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. દિવાળીના દિવસોમાં એક જ સાથે ભાઈ બહેનનું મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment