ગુજરાત રાજ્યમાં સતત વધી રહેલી હાર્ટ એટેકની ઘટના ના કારણે ગુજરાતની જનતા ચિંતામાં મુકાઈ ગઈ છે. કોઈપણ પ્રકારની બીમારી ન હોવા છતાં પણ અનેક લોકો હાર્ટ એટેક ના શિકાર બન્યા છે. જાણવા મળી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 10 કલાકમાં 4 લોકોના હાર્ટ અટેક આવવાના કારણે મોત થયા છે.
ગુજરાતમાં ખાસ કરીને સુરત અને રાજકોટમાં સતત હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે સુરતમાં બનેલી વધુ એક તેવી જ ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ.
આ હાર્ટ એટેકની ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવી રહી છે. પાંડેસરા વિસ્તારમાં આવેલ શિવ શંકર નગરમાં રહેતા 45 વર્ષના વ્યક્તિને હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ બાબુભાઈ ધોબાભાઈ નાહક હતું અને તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા.
જાણવા મળી રહ્યું છે કે બાબુભાઈ લુમ્સના ખાતામાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મળતી માહિતી અનુસાર બાબુભાઈ રાત્રિના સમયે અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ બાબુભાઈ બેભાન થઈને જમીન પર ઢાળી પડ્યા હતા.
પછી તો બાબુભાઈનો દીકરો તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાબુભાઈની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. બાબુભાઈના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment