ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌપ્રથમ મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેક આવવાના બનાવો વધ્યા હતા અને હવે નાની ઉંમરના યુવાનો અને બાળકોમાં હાર્ટ એટેક આવવાના બનાવો વધી રહ્યા છે.
રાજ્યના અલગ અલગ વિસ્તારમાં એક પછી એક લોકોને હાર્ટ એટેક થવાના કારણે મોત થઈ રહ્યા છે. ત્યારે મોરબીમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. મોરબીના નાની વાવડી ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપકભાઈ દલપતરામ વૈષ્ણવ નામના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
આ ઘટના બનતા જ દીપક ભાઈના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા દીપકભાઈ મૂળ ખરેડા ગામના વતની હતા અને હાલમાં નાની વાવડી ગામે આવેલા ભૂમિ ટાવરમાં રહેતા હતા.
દીપકભાઈ વાવડી ગામમાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ગઈકાલે રાત્રે 46 વર્ષના દીપકભાઈ બેડમિન્ટન રમ્યા બાદ અચાનક જ તેમને છાતીમાં દુખાવો પડ્યો હતો. દીપકભાઈ કાંઈ સમજે તે પહેલા તો હૃદય બેસી જવાના કારણે તેમનું મોત થયું હતું.
દિપકભાઈના મોતના સમાચાર મળતા તેના પરિવારજનો અને શાળાના સ્ટાફમાં માતમ છવાઈ ગયો હતો. દિવાળીના દિવસોમાં પરિવારના મોભીનું મોત થતા જ દિવાળીની ખુશીઓમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment