ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં દરરોજ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. રાજકોટના કુંભારવાડા વિસ્તારમાં રહેતા પતિ-પત્ની ભાડલા ગામે માતાજીના માંડવામાં જતા હતા.
જ્યારે તેઓ ભડલા પાસે પહોંચ્યા ત્યારે ચાલુ બાઈકમાં બાઈક પર સવાર પતિ અચાનક જ નીચે પડી ગયા હતા. જેના કારણે બાઇક પર સવાર પત્ની પણ જમીન પર પડી હતી અને આ ઘટનામાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. આ કારણોસર તેમનું મોત થયું છે.
આ ઘટના બનતા જ મૃતક પહેલાના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલી મહિલાનું નામ ચંદ્રિકાબેન રાજુભાઈ પરમાર હતું અને તેમની ઉંમર 55 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર ગત 31 તારીખના રોજ સવારના 10:30 વાગ્યાની આસપાસ ચંદ્રિકાબેન પોતાના પતિ રાજુભાઈની બાઈકની પાછળ બેસીને રાજકોટથી ભાડલા જવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન રસ્તામાં બાઈક પરથી રાજુભાઈ અચાનક જ ચાલુ બાઈકમાંથી નીચે પડી ગયા હતા. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ચંદ્રિકાબેન પરમાર પણ ઇજાગ્રસ્ત થયા હતા.
ત્યારબાદ તેમને સારવાર માટે તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચંદ્રિકાબેનનું મોત થયું હતું. તેમના મોતના સમાચાર મળતા તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.
રાજુભાઈ પરમાર અચાનક જ બાઈક પર થી નીચે કેવી રીતે પડી ગયા તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. ચંદ્રિકાબેનનું મોત થતા જ બે દીકરા અને એક દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં આ ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment