ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી નાની ઉંમરના યુવાનો અને બાળકોમાં હાર્ટ એટેક આવવાના બનાવ ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં માત્ર 10 વર્ષની બાળકીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
આ દુખદ ઘટના ભરૂચમાંથી સામે આવી રહી છે. ભરૂચમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતી નામની બાળકીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. માત્ર 10 વર્ષની દીકરીનું મોત થતાં જ સમગ્ર પથકમાં માતમ છવાઈ ગયો છે.
મળતી માહિતી અનુસાર બાળકીને હાર્ટ એટેક આવ્યો ત્યારબાદ પરિવારના સભ્યો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે દીકરીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી.
દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો અને સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે પહોંચે આવ્યા હતા અને સૌ કોઈ લોકોએ અહીં હૈયાફાટ રૂદન કર્યું હતું. ગુજરાત રાજ્યમાં સતત વધતી જતી હાર્ટ એટેકની ઘટનાના કારણે ગુજરાતીઓ ચિંતામાં મુકાઈ ગયા છે.
કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં કોરોનાની મહામારી બાદ હાર્ટ એટેકના બનાવ ખૂબ જ વધી ગયા છે. સૌથી પહેલા મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા હતા અને હવે હાલમાં નાની ઉંમરના યુવાનો અને બાળકોમાં હાર્ટ એટેકના બનાવો જોવા મળી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment