ગુજરાતમાં એક પછી એક યુવાનોમાં હાર્ટ એટેક આવવાના બનાવ ખૂબ જ વધી ગયા છે. અત્યાર સુધીમાં ઘણા યુવાને હાર્ટ એટેક આવવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતના પંચમહાલમાં હાર્ટ અટેક આવવાનો પ્રથમ કિસ્સો સામે આવી રહ્યો છે.
અહીં ગોધરા શહેરના કબુ મસ્જિદ પાસે રહેતા યુવાનને અચાનક જ છાતીમાં દુખાવો પડ્યો હતો. પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃત્યુ પામેલો યુવાન તેના માતા-પિતાનો એકનો એક દીકરો હતો.
યુવાનની પત્નીએ દોઢ મહિના પહેલા જ એક દીકરાને જન્મ આપ્યો હતો. તેવામાં યુવાનનું મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા યુવાનનું નામ તોફિક સાદીક મિયા મલેક હતું અને તેની ઉંમર 26 વર્ષની હતી.
ગઈકાલે યુવાને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. એટલે તેને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો. મોતના સમાચાર મળતા જ પરિવારના લોકો અને આસપાસના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મૃત્યુ પામેલો યુવાન તેજોરી બનાવવાના કારખાનામાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો. મૃત્યુ પામેલો યુવાન પરિવારનો એકનો એક દીકરો હતો. 2019 માં તેના લગ્ન થયા હતા.
હાલમાં દોઢ મહિના પહેલા જ તેની પત્નીએ એક દીકરાને જન્મ આપ્યો હતો. ઘટના બનતા જ દોઢ મહિનાના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. યુવકના જનજામા મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ જોડાયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment