ગુજરાતમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ભચાઉમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે.
આ ઘટનામાં 45 વર્ષની એક મહિલાનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટના બનતા જ મહિલાના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલી મહિલાનું નામ અમીનાબેન હતું. અમીનાબેન બટિયા તળાવ નજીક આવેલા ભઠ્ઠા વિસ્તારમાં બની હતી.
વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા અમીનાબેન સામાજિક કાર્યક્રમમાં દાન સાથે અનેક સેવાકીય કાર્યોમાં સહભાગી થયા હતા. જાણવા મળી રહ્યું છે કે, અમીનાબેનની અચાનક જ તબિયત ખરાબ થઈ ગઈ હતી.
એટલે પરિવારના સભ્યો તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેમનો પ્રોબ્લેમ વધારે હતો, એટલે તેમને વધુ સારવાર માટે ગાંધીધામ મોકલવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન અમીનાબેનનું મોત થયું હતું.
અમીનાબેનના જનાજામાં હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં કોરોનાની મહામારી બાદ હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી આ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment