રાવણ દહન જોઈને ઘરે જતા 3 મિત્રોને રસ્તામાં નડ્યો દર્દનાક અકસ્માત… બે મિત્રોની નજર સામે એક મિત્રનું કરુણ મોત…

દેશભરમાં અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી હૈયું હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત થયું છે. ઘટનાને લઈને વાત કરીએ તો એક કમ્પાઉન્ડર તેના બે મિત્રો સાથે અલ્ટ્રો કારમાં નેશનલ હાઈવે 68 પર મુસાફરી કરી રહ્યો હતો.

આ દરમિયાન કારની સામે અચાનક જ કોઈ પ્રાણી આવી જતા કારચાલક વ્યક્તિએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. આ ઘટનામાં કમ્પાઉન્ડર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યાર પછી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે આ ઘટના આજરોજ સવારે બની હતી.

આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકના બંને મિત્રોને સામાન્ય ઇજા પહોંચી છે. યુવકનું મોત થતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના રાજસ્થાનના બાડમેરમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા કમ્પાઉન્ડરનું નામ પંકજકુમાર હતું અને તેની ઉંમર 26 વર્ષની હતી.

પંકજકુમાર તેના મિત્ર દિપક અને શ્યામ સાથે રાવણ દહનનો કાર્યક્રમ જોવા માટે બાડમેર ગયો હતો. ત્યારે આજરોજ વહેલી સવારે ત્રણે મિત્રો બાડમેર શહેર થી કાર લઈને પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન દિપક કાર ચલાવી રહ્યો હતો.

ત્યારે અચાનક જ કારની સામે કોઈ પ્રાણી આડુ આવી જતાં દીપકે કાર પરથી કાબુ ગુમાવ્યું હતું. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં પંકજના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે તેના બંને મિત્રોને સામાન્ય ઇજા પહોંચી હતી.

પછી ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પંકજનું મોત થયું હતું. પંકજનું મોત થતા જ તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*