હે ભગવાન..! મહેસાણામાં ગોગા મહારાજના દર્શન કરીને ઘરે જતા પરિવારને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… માતા પિતા અને દીકરાનું કરુણ મોત…

હાલમાં ગુજરાતમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહે છે. મહેસાણાના ખેરોલમાં બનેલી અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર ખેરાલુના ખેરપુર ગામનો એક પરિવાર બાઇક પર સવાર થઈને દાસજ ગોગા મહારાજના દર્શન કરીને ઘર તરફ આવી રહ્યો હતો.

આ દરમિયાન તેમની બાઈક અને છોટા હાથી વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં માતા પિતા અને દીકરાનો સમાવેશ થાય છે.

આ ઘટના બનતા જ 17 વર્ષનો દીકરો મા-બાપ વગરનો થઈ ગયો છે. ઘટના બનતા જ મૃતકોના પરિવારજનોને સમગ્ર પથકમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, 35 વર્ષના બળવંતજી શંભુજી ઠાકોર પાંચમ હોવાથી અને નવરાત્રી ચાલતી હોવાના કારણે પોતાની પત્ની અને દીકરા કિશન સાથે બાઈક પર સવાર થઈને ગોગા મહારાજના દર્શન કરવા માટે ગયા હતા.

બળવંતજી જ્યારે પોતાના પરિવાર સાથે ગોગા મહારાજના દર્શન કરીને ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમની બાઈક અને છોટાહાથી વચ્ચે જોરદાર ટક્કર તથા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પછી આ ઘટનાની જાણ 108 ની ટીમને કરવામાં આવી હતી.

ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલા એક જ પરિવારના ત્રણેય લોકોને 108 ની મદદથી વડનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પછી ત્યાંથી વધુ સારવાર માટે તેમને મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ અહીં પહોંચે તે પહેલા રસ્તામાં પરિવારના એક સભ્યોનું મોત થયું હતું.

જ્યારે પરિવારના અન્ય બે સભ્યોનું સારવાર દરમિયાન મોત થયું હતું. પરિવારના સભ્યોના મોતના સમાચાર મળતા જ સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઉપરાંત પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*