હાલમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલાએ પંખા સાથે લટકીને સુસાઇડ કરી લીધું છે. સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલી મહિલાના પરિવારજનોએ તેના સાસરીયા પર દહેજ માટે દીકરીનો જીવ લેવાનો આરોપ લગાવ્યો છે.
ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહ અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. મહિલાએ પોતાના દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. આ ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી રહી છે.
વિગતવાર વાત કરીએ તો, પ્રિયા નામની યુવતીના લગ્ન જાન્યુઆરી 2023માં પવન ગુપ્તા નામના યુવક સાથે થયા હતા. પ્રિયા ખૂબ જ ભણેલી હતી. એટલું બધું ભણેલી હોવા છતાં પણ પ્રિયા જિંદગીની પરીક્ષા પાસ ન કરી શકે.
પ્રિયાના પરિવારજનોનો આરોપ છે કે સાસરીયાઓના ત્રાસથી કંટાળીને તેમની દીકરીએ પંખા સાથે લટકાઈને સુસાઇડ કરી લીધું છે. પ્રિયાની માતાએ જણાવ્યું કે સાસરીયાઓએ પ્રિયા પાસેથી તેનો ફોન લઈ લીધો હતો અને તેને અમારી સાથે વાત પણ કરવા ન દેતા હતા.
વિગતવાર વાત કરીએ તો પ્રિયાએ સાસરિયાના ઘરે પંખામાં પોતાનો દુપટ્ટો બાંધીને ગળાફાંસો બનાવ્યો હતો અને પછી ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનું ટૂંકાવ્યું હતું. ઘટનાની માહિતી મળતા જ દીકરીના માતા-પિતા દોડતા થઈ ગયા હતા. પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. હાલમાં તો પોલીસે મૃત્યુ પામેલી દીકરીની માતાએ આપેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment