માતાની નજર સામે 3 વર્ષના બાળક પર મધમાખીનું ટોળું તૂટી પડ્યું, પછી તો કંઈક એવું બન્યું કે…બાળકનું રિબાઈ રિબાઈને કરુણ મોત…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 3 વર્ષના બાળકનું દર્દનાક મોત થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે ક, માસુમ બાળક પર મધમાખીના ટોળાએ પ્રહાર કર્યા હતા.

મધમાખીઓએ બાળકને સેકડો ડંખ માર્યા હતા. ત્યારબાદ બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે. આ ઘટના બનતા જ બાળકના પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું હતું. આ દુખદ ઘટના ઇંદોરમાંથી સામે આવી રહે છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા 3 વર્ષના બાળકનું નામ રવિન્દ્ર હતું. જાણવા મળી રહ્યું છે કે ગઈકાલે રવિન્દ્રને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો અને અહીં હોસ્પિટલમાં રાત્રે એક વાગ્યાની આસપાસ સારવાર દરમિયાન રવિન્દ્રનું મોત થયું હતું.

ઘટનાને લઈને મૃત્યુ પામેલા બાળકના સંબંધીઓએ જણાવ્યું કે, બાળક પર મધમાખીઓ તૂટી પડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, રવિન્દ્ર ગઈકાલે પોતાની માતા અને પાંચ વરસના ભાઈની સાથે ઘરેથી બહાર નીકળ્યો હતો. તેઓ ઘરથી થોડીક દૂર પહોંચ્યા ત્યારે એક મધમાખીના ટોળાએ ત્રણેય પર પ્રહાર કર્યા હતા.

આ ઘટનામાં રવીન્દ્રના શરીર પર ઘણી બધી મધમાખીઓ ચોટી ગઈ હતી. જ્યારે રવિન્દ્રની માતા ગમે તેમ કરીને પોતાના મોટા દીકરાને લઈને ત્યાંથી દૂર જતી રહી હતી. ત્યારબાદ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં રવીન્દ્રનું મોડી રાત્રે સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું. માત્ર ત્રણ વર્ષના દીકરાનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*